Monday, January 20, 2025


 રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી દ્વારા મેકઅપ અને ફાયર હેર કટ નો ભવ્ય વર્કશોપ યોજાયો


 બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ મહેતા વિદ્યાલય માં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ અભ્યાસક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે... શાળાના ઇનોવેટિવ આચાર્યશ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ દ્વારા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારના જરૂરીયાત મંદ બાળકોને ભવિષ્યમાં પગભર બની શકે તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે.. જેમાં દર વર્ષે જુદા જુદા વિષયના વોકેશનલ નિષ્ણાતો ને બોલાવીને બાળકો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે... તાજેતરમાં માહિ બ્યુટી ક્લબના ઓર્ગેનાઇઝર શ્રી સચિન રાવલ દ્વારા અંબાજી ખાતે અભૂતપૂર્વ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં મેકઅપ આર્ટિસ્ટ મનીષા રાવલ દ્વારા દીકરીઓને વોટર પ્રુફ અને પ્લાસ્ટિક મેકઅપ વિશે પ્રેક્ટીકલી સમજ આપવામાં આવી હતી..

    આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રેનર માસ્ટર પરેશ ઉર્ફે રેમો કે જેવો ફિલ્મી કલાકારોના મેકઅપ આર્ટિસ્ટ છે.. આ ઉપરાંત વિવિધ દેશો ખાતે પણ પોતાની પ્રતિભા બતાવી ચૂકેલા માસ્ટર પરેશ (રેમો) એ દીકરીઓને ફાયર હેર કટ વિશે ખૂબ જ સુંદર પ્રેક્ટીકલી સમજ આપી હતી...

       શાળાની દીકરીઓની શિસ્ત જોઇને અભિભૂત થઈ ગયેલા હેર આર્ટિસ્ટ રેમો એ વર્કશોપ માં અદભુત શિસ્ત રાખવા બદલ દીકરીઓને હૃદય પૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.. અને  શાળાના આચાર્યશ્રીને દર માસે એક વાર શાળામાં આવીને વિના મૂલ્યે  દીકરીઓને તાલીમ તેમજ વર્કશોપ કરવાની ખાતરી આપી હતી.. જે બદલ શાળાના આચાર્યશ્રીએ ઓર્ગેનાઇઝર શ્રી સચિનભાઈ રાવલ તેમજ માસ્ટર પરેશ (રેમો) નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો...

Tuesday, December 31, 2024

આભાર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી .... વર્ષ ૨૦૨૩-૨૪  ની જીલ્લાની ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા જાહેર કરવા બદલ............. 


ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી જે.પી.પટેલ સાહેબ અને મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી દ્વારા રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી ને બનાસકાંઠા જિલ્લા ની વર્ષ2023-24 ની શ્રેષ્ઠ શાળા   નો એવોર્ડ  જીતવા  બદલ આચાર્ય શ્રી ડૉ .રાકેશ કે.પ્રજાપતિ નું કેવડીયા કોલોની ખાતે યોજાયેલ આચાર્ય સંઘના સેમિનાર માં સન્માન કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી  બનાસકાંઠા જીલ્લા  આચાર્ય સંઘ ના પ્રમુખશ્રી નાનજીભાઈ ખરસાણ અને મહામંત્રી શ્રી જયેશભાઈ જોશી તેમજ તેમજ તમામ કારોબારી નો ખૂબ ખૂબ આભાર 🙏🙏